દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 614 નવા કેસ મળી આવ્યા છે, જે 21 મે પછી જોવા મળેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે.





