ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાનીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટનાની તસવીરો શેર કરતી વખતે અમેરિકાના હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર – વાસણા સંસ્થાને નિશાન બનાવ્યું છે.
સંગઠને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે મંદિરની દિવાલો પર ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રો લખ્યા છે. આ માહિતી નેવાર્ક પોલીસ તેમજ નાગરિક અધિકાર અધિકારીઓને આપવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવશે. હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશનનું કહેવું છે કે તે આગ્રહ કરી રહી છે કે પોલીસ આ ઘટનાની તપાસ હેટ ક્રાઈમ તરીકે કરે.






