Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તળાજાના પાવઠી ગામેથી ગૌમાસનો શંકાસ્પદ જથ્થો અને જામગરી, દેશી કટ્ટો સહિતના હથિયારો ઝડપાયા

ગૌરક્ષકોએ વોચ ગોઠવી કર્યો પર્દાફાશ : ગંભીર ફરિયાદના પગલે ડીવાય.એસ.પી. સહિતના પોલીસ કાફલાએ દરોડો પાડયો : પકડાયેલું માસ ગૌવંશનું છે કે કેમ તેની માટે થશે એફએસએલ તપાસ

dharmendravaghela by dharmendravaghela
2023-12-23 14:15:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજાના પાવઠી ગામના ગૌવંશ રક્ષકોને પોતાના જ ગામમાંથી ગૌવંશની કતલ, હેરાફેરીની મળેલ બાતમીને લઈ ગુરૂવારે રાત્રે વોચ ગોઠવી હતી જેમાં ગાયને ક્રુરતાપૂર્વક વાહનમાં બાંધીને જવાતી હોય પકડી પોલીસ મથકે લાવ્યા હતાં.

ગૌવંશ રક્ષકો અને બજરંગદળના યુવાનો પોલીસ મથકે આવી જતા તેઓની રજૂઆતના પગલે પોલીસે પાવઠી ગામે હાથ ધરેલ તપાસ દરમિયાન ફૂટેલા અને જીવતા કારતુસ,જામગરી, દેશી કટ્ટો સહિત મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
વિભાગીય પોલીસ વડા઼જયદીપસિંહ સરવૈયા સહિતનો પોલીસ કાફલો પાવઠી ગામમા પહોચ્યો હતો. મકાન અને તેની પાછળના ભાગે તપાસ કરતા પશુઓને ખવરાવવા માટે રાખવામાં આવેલ ઓધામા સંતાડીને રાખવામાં આવેલ ડીપ ફ્રીઝમાંથી માંસના ટુકડાઓ મળી આવ્યા હતા. જે ગૌવંશના માસના ટુકડા હોવાની શંકા રહેલી છે. તદુપરાંત જીવતા કારતુસ ૪૬, ફુટેલા ૩૧ કારતુસ, દેશી જામગરી બે બંદુક દેશી કટ્ટો,બાર બોર જેવી દેખાતી ઼બે બંદૂક, એરગન ૪ અને ફાયરિંગ માટે કામ લાગે તે માટે છરાનો જથ્થો મળી આવતા પોલીસે વલી આલમભાઈ જૂણેજા, કાસમ આલમભાઈ જુણેજા વિરુદ્ધ આર્મ્સ એક્ટ ૨૫, (૧)૧બી અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરેલ છે. રેડ દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બનાવના પગલે ભારે ચકચાર મચી છે.

Tags: gaumashathiyarpavathiTalaja
Previous Post

ભાવનગરથી ચોરેલા પાંચ બાઇક સાથે દાઠાથી બે શખ્સો ઝડપાયા

Next Post

ભાવનગરના કાર્યદક્ષ એડિશનલ કલેક્ટર બી.જે. પટેલની બદલી, જૂના જોગી ગોવાણી મુકાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરના કાર્યદક્ષ એડિશનલ કલેક્ટર બી.જે. પટેલની બદલી, જૂના જોગી ગોવાણી મુકાયા

ભાવનગરના કાર્યદક્ષ એડિશનલ કલેક્ટર બી.જે. પટેલની બદલી, જૂના જોગી ગોવાણી મુકાયા

લગ્નેત્તર સંબંધો બનશે અપરાધ?

ભરણપોષણની રકમ ચડી જતા પતિને ૩૭૦ દિવસની કેદની ફેમીલી કોર્ટૈ ફટકારી સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.