રમત મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક સંઘને ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ને ચલાવવા માટે એક અસ્થાઇ પેનલ બનાવવા માટે કહ્યું છે. ભારતીય કુશ્તી મહાસંઘને ભંગ કર્યાના કેટલાક કલાક પછી કેન્દ્ર સરકારે ભારતીય ઓલિમ્પિક સંઘને કુશ્તી સંસ્થા ચલાવવા માટે પેનલ બનાવવા કહ્યું છે.
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે WFIના નવા અધ્યક્ષ સંજય સિંહ પૂર્વ WFI બૃજભૂષણ શરણ સિંહની નજીક હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે બૃજભૂષણ શરણ સિંહ પર ભારતના ટોચના પહેલવાનોએ યૌન શોષણો આરોપ લગાવ્યો છે. કોર્ટમાં બૃજભૂષણ સામે કેસ ચાલી રહ્યો છે.
રમત મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક સંઘને એથલીટ પસંદગીની પ્રક્રિયા સહિત ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) ઘટનાની દેખરેખ અને સંચાલન માટે એક એડ હૉક કમિટી બનાવવા કહ્યું છે. કેન્દ્રએ કહ્યું, “WFIના પૂર્વ પદાધિકારીઓના પ્રભાવ અને નિયંત્રણથી ઉત્પન્ન વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા WFIના શાસન અને અખંડતા વિશે ગંભીર ચિંતાઓ પેદા થઇ ગઇ છે, તેના માટે રમત સંગઠનોમાં સુશાસનના સિદ્ધાતોને બનાવી રાખવા માટે તુરંત અને કડક સુધારાત્મક ઉપાયોની જરૂરત છે અને આ પ્રકારે હવે આ IOAની જવાબદારી બની ગઇ છે કે તે WFIના મેનેજમેન્ટ માટે વચગાળાના સમય માટે યોગ્ય વ્યવસ્થા કરે.”
તાજેતરમાં જ WFIની ચૂંટણીમાં બૃજભૂષણ શરણ સિંહની નજીકના સહયોગી સંજય સિંહને ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષના રૂપમાં ચૂંટવામાં આવ્યા હતા. સંજય સિંહે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા અનીતા શ્યોરાણને હરાવી હતી જે બૃજભૂષણ વિરૂદ્ધ યૌન શોષણ કેસમાં સાક્ષી હતી. WFIની ચૂંટણીના પરિણામ પછી પહેલવાનોએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રિયો ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે કુશ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. બીજી તરફ બજરંગ પુનિયાએ પણ પોતાનો પદ્મ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરત કરવાનો નિર્ણય કર્યો હતો.