મહેસાણાના કડી ખાતે ચાઇનાના ચોખા રાશનની દુકાનમાંથી એક પરિવારને મળ્યા છે. ગરીબોને અનાજમાં પ્લાસ્ટિકના ચોખા મળતા સરકારી તંત્ર સામે પણ સવાલો ઊભા થવા ગયા છે.
મહેસાણાના કડી ચબૂતરા ચોક સમિતિ વિસ્તારની સસ્તા અનાજની દુકાનમાંથી એક પરિવારને ચોખા દર માસની જેમ મળતા હોય છે. સસ્તા અનાજની દુકાનમાં જે ચોખા આપવામાં આવ્યા તેમાં પ્લાસ્ટિક આકારના મિશ્રિત કરેલા ચોખાની સાથે દાણા મળી આવ્યા હતા. આવા ચોખાના દાણા ઉકાળ્યા બાદ પણ ચોખાના જેમ જ ખીલે છે પરંતુ ખાવામાં કડક હોય છે. ચોખા સાફ કરતા પરિવાર આ સમગ્ર મામલે જોઈને ચોંકી ગયો હતો કે જેમાં ચોખા પ્લાસ્ટિકના જણાઈ આવ્યા હતા.
હાલમાં આ સમગ્ર મામલે સરકારી તંત્ર અને અનાજની દુકાનમાં પણ ગેરરીતી સામે આવતા ગરીબોના નિવાલા સામે સવાલો ચોક્કસથી થાય. રાશનની દુકાનમાંથી લીધેલા ચોખા ભેળસેળવાળા કઈ રીતે હોઈ શકે તેવા વેધક સવાલો પરિવારમાં હાલમાં કરવામાં આવ્યા છે.