ભારતમાં ફરી એક વખત કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. કોરોના નવા વેરિઅન્ટ JN.1ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કર્ણાટકમાં કોરોનાના નવા વેરિયન્ટના 34 કેસ સામે આવ્યા છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે. બીજી તરફ કેરળમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. કેરળમાં એક જ દિવસમાં 115 નવા કેસ સામે આવ્યા છે.
કર્ણાટકના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગ અનુસાર રાજ્યમાં JN.1ના વેરિએન્ટના કુલ 34 કેસ સામે આવ્યા છે જેમાંથી 20 કેસ બેંગલુરૂમાં, ચાર મૈસૂરમાં, ત્રણ માંડ્યામાં અને એક-એક કેસ રામનગર, બેંગલુરૂ ગ્રામીણ, કોડાગુ અને ચામરાજા નગરામાં સામે આવ્યા છે. નવા JN.1 વેરિઅન્ટને કારણએ આ દર્દીમાં ત્રણ લોકોના મોત પણ થયા છે.
કેરળમાં છેલ્લા 24 કલાકમાં 115 નવા કેસ કોવિડ-19 વેરિઅન્ટના સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોવિડના કુલ સક્રિય કેસની સંખ્યા 1,749 થઇ ગઇ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વાયરસથી કોઇ મોતની સૂચના મળી નથી.