અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી, સાધુ-સંતો સહિત દેશ-વિદેશના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો આ અદ્ભુત સમયના સાક્ષી બનશે. ત્યારે રામનગરીમાં જિલ્લા પ્રસાશને પીએમ મોદીના રૂટની બ્લુ પ્રિન્ટ તૈયારી કરી છે.
પીએમ મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવવાના છે. અહીં તેઓ એરપોર્ટ, અયોધ્યાધામ જંકશન સહિત અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સહિતના કાર્યક્રમોમાં સામેલ થશે. એરપોર્ટથી તેધીબજાર અયોધ્યા સુધીના તેમના પ્રવાસના રૂટને 5 ઝોન, 13 સબ-ઝોન અને 41 સેક્ટરમાં વહેંચવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, વડાપ્રધાન લગભગ ત્રણ કલાક રામનગરીમાં રહેશે. જિલ્લા વહીવટી તંત્રે હજુ સુધી મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ જાહેર કર્યો નથી. વડાપ્રધાન એરપોર્ટના ગેટ નંબર 3થી અયોધ્યા જવા રવાના થશે. પહેલો ઝોન એરપોર્ટથી સાકેત પેટ્રોલ પંપ સુધીનો છે અને પાંચમો અને છેલ્લો ઝોન તેધીબજાર છે.