ભાવનગરમાં વિવાદી બનેલા સરિતા શોપિંગ સેન્ટરના મામલે કાનૂની જંગ છેડાયો છે પરંતુ નક્કર આધાર પુરાવાના અભાવે શોપિંગ સેન્ટરના અરજદારોને હાઈકોર્ટમાંથી સ્ટે મળવો મુશ્કેલ બન્યો છે. બીજી બાજુ કોર્પોરેશન વિકાસ કાર્યમાં અડચણરૂપ બનેલ કોઈ પણ દબાણો, ગેરકાયદે બાંધકામો તોડી પાડવાના મૂડમાં છે. સરિતાના અરજદારોને સ્ટે નહિ મળતાં કોર્પોરેશન દ્વારા હાલ નડતરરૂપ ત્રણ થી સાડા ત્રણ ફૂટ બાંધકામ હટાવવા નિર્ણય કરાયો છે અને આજે એ માટે મહાપાલિકાના અધિકારી, કર્મીઓ દ્વારા સ્થળ પર ર્માકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, સંભવત બે ત્રણ દિવસમાં શોપિંગ સેન્ટરનો આગળનો કેટલોક ભાગ તોડી પડાશે.
સરીતા સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે અને મંજૂરી વગર તત્કાલીન સમયે શોપિંગ સેન્ટર બંધાયું હતું જેમાં ૨૪ દુકાનો અને બેઝમેન્ટની મળી ૪૦ મિલકત થાય છે. મહાપાલિકા દ્વારા ફ્લાય ઓવર બ્રિજનો પ્રોજેક્ટ હાથ ધરાતા શોપિંગ સેન્ટરની કાયદેસરતાનું ભૂત વર્ષો બાદ ધૂણ્યું હતું. જેમાં પ્રથમ વખત તો મિલકતનો લગભગ ૫૦% ભાગ કોર્પોરેશન સાથેની સમજૂતી બાદ સ્વેચ્છાએ દૂર કરાયો હતો પરંતુ કોર્પોરેશને પણ જમીન સંપાદન કર્યા વગર બ્રીજનું બાંધકામ ખડકતા શોપિંગ સેન્ટરના મિલકત ધારકોને પલ્ડું ભારે જણાયું હતું અને કાનૂની જંગ છેડાયો હતો. કાનૂની લડાઈમાં રજુ થતા આધાર પુરાવા અને દાવા પ્રતિદાવા વચ્ચે જંગ જામતો જાય છે, તાજેતરમાં ફરીથી હાઈકોર્ટના દ્વાર ખટખટાવતા સ્ટે આપવા ઇનકાર કર્યો છે, આથી કોર્પોરેશને કડકાઈ આદરતા હાલ તુરંત નડતરરૂપ છે તેટલો ત્રણથી
આભાર – નિહારીકા રવિયા સાડા ત્રણ ફૂટનો હિસ્સો દૂર કરવા તખ્તો તૈયાર કર્યો છે, શોપિંગ સેન્ટર ધારકો સહમતી નહિ સાધે તો કોર્પોરેશન બુલડોઝર ચલાવશે તે નિશ્ચિત મનાય છે. વધુમાં આ વિવાદમાં ફેબ્રુઆરી મહિનામાં હાઈકોર્ટમાં હિયરિંગ હોવાનું જાણવા મળ્યું છે.