ભાવનગર માર્કેટયાર્ડ ખાતે ડુંગળી લાવતા ખેડૂતભાઈઓ, વાહન ચાલકભાઈઓ તથા કમિશન એજન્ટભાઈઓને આજે સોમવારે રાત્રીથી નવી સુચના ન અપપાય ત્યાં સુધી અચોક્કસ મુદત માટે ડુંગળી લાવવની મનાઇ ફરમાવવામાં આવી છે.
ડુંગળી પકવતા ખેડૂતભાઈઓ, વાહન ચાલકભાઈઓ તથા કમિશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટવાળાની હડતાલ શરૂ થયેલ હોવાથી ડુંગળીની નવી આવક તા.૮/૧ને સોમવારના રોજ રાતથી બીજી સુચના ન મળે ત્યા સુધી અચોકકસ મુદત માટે માર્કેટયાર્ડમા ડુંગળી લાવવી નહી. અને તેમ છતા જો કોઈ ખેડુતભાઈ તથા વાહન માલીક ડુંગળીની નવી આવક લાવશે તો તે બાબતે યાર્ડની કોઈપણ જવાબદારી રહેશે નહી. કોઈપણ કમીશન એજન્ટ ભાઈઓએ નવી ડુંગળીની આવક મંગાવવી નહી. જેની લાગતા વળગતાએ ખાસ નોંધ લેવા માર્કેટયાર્ડની યાદીમાં જણાવેલ છે. જાણવા મળ્યા મુજબ ફરીથી ટ્રક ચાલકોએ હડતાલનું શ† ઉગામ્યું છે આથી યાર્ડમાં માલનો ભરાવો ન થાય તે માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. દરમિયાનમાં આજે કેટલાક ટ્રક આવ્યા હતા તેમાં માલ ભરાયો હતો. જ્યારે હરરાજી પણ રાબેતા મુજબ રહી હતી. ડુંગળીના ભાવમાં ખાસ કોઇ સુધારો-વધારો જણાયો ન હતો.
બોક્સ…
મહુવા યાર્ડમાં ડુંગળીનો ભરાવો, આવક પર રોક
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. પરિણામે મહુવા યાર્ડમાં ડુંગળીનો ભરાવો થઈ જવા પામ્યો છે. જેના કારણે ડુંગળીની નવી આવક લાવવા પર રોક લગાવવામાં આવી છે. મહુવા યાર્ડમાં થયેલી હરરાજીમાં ડુંગળીના ભાવ સારા મળ્યા હોય ખેડૂતોમાં ખુશી છવાય છે.