ગુજરાતના મેગા-શો સમાન ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમીટ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને વિદેશી રાષ્ટ્રવડાઓ તથા તેમના પ્રતિનિધિઓ તથા વૈશ્વિક કંપનીઓના સીઈઓ સહિતને મળીને આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા મૂડીરોકાણની બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યા છે.
વડાપ્રધાનનરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાઉદી કંપની ડી.પી.વર્લ્ડના સીઈઓ સુલતાન અરવિંદ બિન સુલામાને મળ્યા હતા અને ગુજરાત જે ગ્રીન એનર્જીમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે તેમાં આગામી દિવસોમાં કંપની આ ક્ષેત્રે મોટું રોકાણ કરશે. ગુજરાતનો લાંબો દરિયાકિનારો અનેક ઉદ્યોગ તથા બંદરીય સેવા માટે તક સર્જે છે અને વડાપ્રધાને તે અંગે ચર્ચા કરી હતી.
બીજી તરફ દેશમાં પ્રથમ સેમીકન્ડકટર પ્લાંટ ગુજરાતમાં સ્થાપવાની તૈયારી શરુ થઈ છે. અમેરિકન કંપની માઈક્રોન અને ગુજરાત સરકાર વચ્ચે આ અંગે થયેલા કચરો માઈક્રોન ટેકનોલોજીના પ્રેસીડેન્ટ અને સીઈઓએ આજે વડાપ્રધાન શ્રી મોદી સામે મુલાકાત કરી હતી તથા ભારતમાં સેમીકન્ડકટર ઈકો- સીસ્ટમ સ્થાપવા અંગે વ્યાપક ચર્ચા કરી હતી.