ઐશ્વર્યા રાય વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક છે. ફિલ્મો અને પ્રોજેક્ટ્સ સિવાય ઐશ્વર્યા ઘણી મોટી બ્રાન્ડસનો ચહેરો પણ છે. આ સાથે તે સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. ઈન્ડિયન સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યા બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી બની ગઈ છે. ઘણા પ્રોજેકટસ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટસ સાથે, તેમની કુલ સંપત્તિ 800 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ઐશ્વર્યા પછી પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર અને નયનતારા જેવી હસ્તીઓ છે.