ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી છે. પન્નુએ એક ઓડિયો સંદેશ મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે અયોધ્યામાં 3 ખાલિસ્તાન સમર્થક યુવકોની ધરપકડ કરી છે. તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેમની સામે ખોટો કેસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામમંદિર સમારોહમાં CM યોગીને SFJથી કોઈ બચાવી શકશે નહીં. જરૂર પડ્યે રાજકીય હત્યાઓ કરીશું. SFJ જવાબ 22 જાન્યુઆરીએ આપશે.