ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મંદિર નિર્માણનું સદીઓનું સ્વપ્ન સાકાર થયું છે, ત્યારે ભારતના ભવ્ય ઉદય તથા વિકસીત રાષ્ટ્રનું આ મંદિર સાક્ષી બનશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું.રામ મંદિરના ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને રામ-રામથી સંબોધનનો પ્રારંભ કર્યો હતો. સદીઓની પ્રતિક્ષા, ધૈર્ય, બલિદાન, ન્યાય અને તપસ્યાઓ બાદ ‘રામ આવી ગયા’ના ઉદ્ગાર દર્શાવ્યા હતાં.
તેઓએ કહ્યું કે 21 જાન્યુઆરીનો દિવસ અદ્ભૂત આસ્થા લઇને આવ્યો છે અને હવે ભગવાન શ્રી રામ ટેન્ટમાં નહીં રહે પણ ભવ્ય મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સાથે 500 વર્ષનો વનવાસ પુરો થયો છે. દુનિયાભરમાં સર્વત્ર ઉમંગ-ઉત્સાહ અને નવું જોમ તથા નવો વિશ્ર્વાસ છે. સદીના ધૈર્યરૂપે રામ મંદિરરૂપે ધરોહર મળ્યું છે.
1000 વર્ષ પછી પણ આજની તારિખ અને શુભક્ષણની ચર્ચા થશે અને સમગ્ર ઐતિહાસિક દિવસના સાક્ષી બનેલા કરોડો લોકો માટે ગૌરવનો દિવસ બન્યો છે. આજનો દિવસ કાળચક્રમાં અમિટ સ્મૃતિ ધરાવતો રહેશે. તેમણે કહ્યું કે દાયકાઓની કાનૂની લડાઇ બાદ ન્યાયતંત્રે લાજ રાખી હતી. 155ના પર્યાપ સમા ભગવાન શ્રી રામના મંદિર માટે માર્ગ ખોલી નાખ્યો હતો અને ન્યાયબધ્ધ રીતે જ મંદિર નિર્માણ થયાનો ગર્વ છે. દેશભરમાં આજે ગામે ગામ ઉત્સવ સાથે દિપાવલી મનાવવામાં આવી રહી છે અને ઘેર-ઘેર રામ જયોતિ પ્રજજવલિત થઇ છે.