ઓસ્કાર 2024 માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે અને એવોર્ડ માટે 4 ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે. 23 જાન્યુઆરી, 2024ના રોજ અર્થાત આજે અમેરિકાના લોસ એન્જલસમાં એકેડેમીના સેમ્યુઅલ ગોલ્ડવિન થિયેટરમાં એની જાહેરાત કરવામાં આવી છે. એક્ટર જાજા બીટ્સ અને જૈક ક્વેડે 23 કેટેગરી માટે નોમિનીનું લિસ્ટ જાહેર કર્યું છે.
96મા એકેડેમી એવોર્ડ્સ અથવા ઓસ્કાર 2024નો એવોર્ડ સેરેમની 10 માર્ચ, 2024ને રવિવારના રોજ યોજાશે. અમેરિકી ટેલિવિઝન હોસ્ટ અને કોમેડિયન જિમી કિમેલ સેરેમનીનું આયોજન કરશે અને અમેરિકામાં સાંજે 7 વાગ્યાથી (ભારતમાં સોમવારે સવારે લગભગ 5.30 વાગ્યે) એવોર્ડ આપવામાં આવશે.
બાર્બીને બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન અને સહાયક સપોર્ટિંગ રોલ માટે નોમિનેટ કરવામાં આવી છે. બાર્બીને એડેપ્ટેડ સ્ક્રીનપ્લે અને સહાયક ભૂમિકામાં અભિનેત્રી (અમેરિકા ફેરેરા) માટે પણ નામાંકિત કરવામાં આવી છે. ઓપેન હાઈમરને સપોર્ટિંગ રોલ, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, પ્રોડક્શન ડિઝાઇન, સિનેમેટોગ્રાફી, મેકઅપ અને હેર સ્ટાઇલ કેટેગરીમાં અભિનેત્રી તરીકે નામાંકિત કરવામાં આવી છે. એક્ટર તરીકે લીડ રોલ માટે ક્લિયન મર્ફી (ઓપન હાઈમેર)ને નોમિનેટ કરાઈ છે.