લોકસભા ચૂંટણી પહેલા ગુજરામાં કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે.સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લામાં પણ કોંગ્રેસમાં મોટુ ભંગાણ સર્જાયુ છે. હિંમતનગર વિધાનસભાના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાશે. વિપુલ પટેલ વર્ષ 2006થી સાબરડેરીના ડિરેક્ટર તરીકે કાર્યરત રહ્યા હતા. હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરશે, આજે કમલમમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિપુલ પટેલ ભાજપમાં જોડાશે. આમ એક પછી એક કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિત સામાન્ય કાર્યકર્તાઓ પણ પક્ષને છોડી રહ્યા છે.
સાબરકાંઠા બાદ અરવલ્લી જિલ્લામાં પણ કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે, મેઘરજના પીઢ કોંગ્રેસી નેતા અને ત્રણ વાર જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂકેલા જતિન પંડ્યા અને તેમના ધર્મ પત્ની રૂપલબેન પંડ્યાએ કોંગ્રેસ ઉપપ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ છે.. બંને નેતા 600થી વધુ કોંગ્રેસ કાર્યકરો સાથે કમલમમાં સી.આર. પાટીલના હાજરીમાં ભાજપમાં જોડાશે.