લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યની અંદર હાલ પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે આ મુદ્દે ગુજરાત રાજ્યનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે હજી મોટી સંખ્યામાં ભાજપમાં ભરતી મેળો ચાલુ રહેશે ભગવાનનું કામ એ જ દેશનું કામ હોવાનો ભાજપ એ સંદેશ આપ્યો છે ત્યારે દેશનો વિકાસ દેશનો બદલાવ દેશની રામભક્તિ જોઈને સેવા કરવા અનેક લોકો પોતાનો પક્ષ મૂકીને અમારા પક્ષમાં જોડાઈ રહ્યા છે.
દરેક પક્ષના આગેવાનો દેશમાં હાલ થઈ રહ્યા બદલાવથી ખુશ થયા છે અને અમારી પક્ષમાં જોડાઈ રહ્યા છે ભાજપ 365 દિવસ કામ કરનાર પાર્ટીમાં અનેક વિપક્ષનાં આગેવાનો સમાજમાં મદદ કરવાના હેતુથી જોડાઈ શકે તેવી શક્યતા છે. નીતિન પટેલે કહ્યું કે, જે રામ રાજ્યની શરૂઆત કરી તે દરેકને સેવા કરવાનું મન થયું જેથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. દેશનો વિકાસ ,દેશનો બદલાવ,દેશની રામ ભક્તિ જોઈ સેવા કરવા અનેક લોકો પક્ષ મૂકી જોડાઈ રહ્યા છે.
હાલમાં જ ભાજપમાં ભરતી મેળો જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાઈ રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસમાંથી આગામી સમયમાં હજી પણ મોટા નેતાઓ ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે નીતિન પટેલનું નિવેદન ઘણાં સંકેતો આપી રહ્યું છે.