કચ્છની ધરા વધુ એકવાર ધ્રુજી છે. 4 વાગીને 45 મિનિટે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટર તાલુકા મથક ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું. ભૂકંપના 4ની તીવ્રતાના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાતાં લોકો ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા હતા.
કચ્છમાં ભૂકંપની વરસીના 23 વર્ષ બાદ પણ આફ્ટર શોક યથાવત છે. આજે આવેલા આ આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી. ભચાઉ, નેર કડોલ, બંધડીમાં વધુ અસર જોવા મળી હતી. તો ખાવડા વિસ્તારમાં ઘરની છતના નળિયા હલ્યા હતા અને ઘરમાં મૂકેલા વાસણો પડી ગયા હતા. તો નવી મોટી ચારઇમા પણ ઘણીવાર ધરા ધ્રુજી હતી. ભુજ માધાપરમાં પણ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. જ્યારે ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં મહિલાઓ બાળકો સાથે ઘર બહાર દોડી આવી હતી. તો માંડવીમાં પણ અસર જોવા મળી હતી.