જગતજનની અંબાનુ ધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે.કરોડો લોકોની આસ્થા નું પ્રતિક તરીકે માં જગતજનની અંબાનું ધામ અંબાજી વિખ્યાત છે. અંબાજીથી 3 km ના અંતરાલે આવેલું ગબ્બર પર્વત પર માતાજી ની અખંડ જ્યોત ના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.
અંબાજીના શ્રી 51 શક્તિપીઠ સર્કલ પર ગબ્બર પર્વત ની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. અંબાજી આવતા તમામ ભક્તો ગબ્બરની આ પ્રતિકૃતિ જોઈને આનંદની અનુભૂતિ કરતા હોય છે. અને આ પ્રતિકૃતિ જોઈને ગબ્બર પર્વતના માતાજીના દર્શન પણ પ્રતિકૃતિમા કરી લેતા હોય છે. ત્યારે શ્રી 51 શક્તિપીઠ સર્કલ પર એક વ્યક્તિ જે નશાની હાલતમા જાણવા મળ્યો હતો. તે ગબ્બરની આ પ્રતિકૃતિ ઉપર ચડ્યો હતો. આ વ્યક્તિને સમજાવવા માટે અનેકો લોકો ભેગા થયા હતા. પણ આ વ્યક્તિ નશાની હાલતમાં પ્રતિકૃતિ ઉપર ચઢીને લોકોની આસ્થા ને ઠેસ પહોચાડવાનું કામ કર્યું હતું. અંબાજીના સ્થાનિક લોકો અને ભક્તો એવું કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કરવાની માંગ કરી રહ્યા છે.