આણંદ તાલુકાના નાવલી નજીક પુરપાટ ઝડપે પસાર થતી એક કારના ચાલકે પર આગળ જતા બે બાઇક અને સામેથી આવતા બે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. જ્યારે, ચાર ને ઈજા પહોંચી છે. આ બનાવ અંગે આણંદ રૂરલ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.





