PM મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા કહ્યું કે, ‘આગામી ચૂંટણીમાં વિપક્ષ ઓડિયન્સ ગેલેરીમાં જોવા મળશે’. જેમ ઘણા દાયકાઓથી અહીં (સત્તામાં) બેઠા હતા, હવે ત્યાં (વિપક્ષમાં) બેસવાનું નક્કી કર્યું છે. મોદીએ કહ્યું કે તમે લોકો (વિપક્ષ) જે રીતે આ દિવસોમાં મહેનત કરી રહ્યા છો. હું દ્રઢપણે માનું છું કે જનતા તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે. અને તમે જે ઊંચાઈ પર છો તેના કરતાં તમે ચોક્કસપણે વધુ ઊંચાઈ પર પહોંચશો અને આગામી ચૂંટણીઓમાં દર્શકોમાં જોવા મળશે.
PM મોદીએ જાહેરાત કરી કે 2024ની લોકસભા ચૂંટણીમાં BJP 370 અને NDA 400+ સીટો જીતશે. વધુમાં તેમને કહ્યું કે “મારો ત્રીજો કાર્યકાળ ભારતને 1000 વર્ષ માટે વ્યાખ્યાયિત કરશે.” વધુમાં તેમને કહ્યું કે “મારો ત્રીજો કાર્યકાળ ભારતને 1000 વર્ષ માટે વ્યાખ્યાયિત કરશે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું જોઉં છું કે તમારા (વિપક્ષ)માંથી ઘણા લોકો ચૂંટણી લડવાની હિંમત ગુમાવી ચૂક્યા છે. મેં સાંભળ્યું છે કે ઘણા લોકો તેમની સીટો બદલવાની યોજના બનાવી રહ્યા છે. ઘણા લોકો હવે લોકસભાની બદલે રાજ્યસભામાં જવા માંગે છે.” વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશે વંશવાદનો જેટલો માર સહન કર્યો છે, તેટલો કોંગ્રેસે પોતે ભોગવ્યો છે. ખડગે આ લોકસભામાંથી રાજ્યસભા ગૃહમાં ગયા. ગુલામ નબી પાર્ટીમાંથી જ શિફ્ટ થઈ ગયા. તે બધા જ ભત્રીજાવાદનો શિકાર બન્યા. એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાને કારણે તેમણે પોતાની દુકાન બંધ કરવી પડી હતી.
તેમણે કહ્યું કે, ભારતના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિએ આપણા બધાનું ધ્યાન ચાર મજબૂત સ્તંભો પર કેન્દ્રિત કર્યું છે. તેમનું સાચું મૂલ્યાંકન એ છે કે દેશના ચાર સ્તંભ જેટલા મજબૂત બનશે, વિકાસ કરશે અને સમૃદ્ધ થશે… આપણો દેશ તેટલી ઝડપથી સમૃદ્ધ થશે. તેમણે દેશની મહિલા શક્તિ, યુવા શક્તિ, દેશના ગરીબ ભાઈ-બહેનો અને ખેડૂતોની ચર્ચા કરી છે, જે વિકસિત ભારતના લક્ષ્યને પૂર્ણ કરશે.