મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે લડી રહેલા શિવબા સંગઠનના નેતા મનોજ જરાંગે પાટિલે કહ્યુ કે તે 10 ફેબ્રુઆરીથી ભૂખ હડતાળ પર જશે. મીડિયા સામે પોતાની માંગ જણાવતા પાટિલે કહ્યુ કે મહારાષ્ટ્ર સરકાર 27 જાન્યુઆરીએ આપવામાં આવેલા ડ્રાફ્ટ તુરંત લાગુ કરે અને મરાઠાઓને અનામત આપવાનું કામ શરૂ કરે.
મરાઠા નેતાએ કહ્યું, “સરકારની સાથે સાથે વિપક્ષી ગ્રુપના 10-20 અસંતૃષ્ટ લોકોએ મારા વિરૂદ્ધ બોલવા અને સોશિયલ મીડિયા પર મારી પર હુમલો કરવાનો ઠેલો લીધો છે. તે મારાથી નારાજ છે, આ લડાઇ મરાઠાઓ માટે છે પરંતુ જો તે પોતાની હરકતો રોકતા નથી તો હું તેમની પાર્ટી અને નેતાઓ સાથેના નામ પણ જાહેર કરીશ.” મનોજ પાટિલે કહ્યું કે આ લોકો આવા મુદ્દા ઉઠાવતા રહે છે કે મરાટાઓને શું મળ્યું? આ લાંબા આંદોલનથી મરાઠાઓએ શું ગુમાવ્યું છે?
મનોજ જરાંગે પાટીલે કહ્યું, “તેઓ મને બાજુ પર મૂકવાના ભયાવહ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી મારા મરાઠા ભાઈઓ મને કહે નહીં ત્યાં સુધી હું એક બાજુએ નહીં હટીશ.” તેમણે કહ્યું કે મુઠ્ઠીભર લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ગરીબ પરિવારનો એક વ્યક્તિ સમુદાયના આરક્ષણ માટે લડી રહ્યો છે. તેઓ ચિંતિત છે કે જો હું ભાંગી નહીં પડું અને આંદોલન પર અંકુશ નહીં આવે તો તેઓ મરાઠાઓમાં તેમની પ્રતિષ્ઠા ગુમાવશે. શિવબા સંગઠનના નેતાએ વધુમાં કહ્યું, “હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો હંમેશા મરાઠા આરક્ષણની વાત કરે છે.હું 10 ફેબ્રુઆરીથી મારી ભૂખ હડતાળ પર આગળ વધીશ.”