ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ(DRI)એ બેઝઓઈલની આડમાં ગેરકાયદેસર રીતે થતી દાણચોરીની સોપારીનો મોટો જથ્થો મુન્દ્રા પોર્ટથી કબ્જે કર્યો હતો. કબ્જે કરાયેલ 83.352 મેટ્રિક ટન સોપારીની અંદાજિત બજાર કિંમત રૂપિયા 5.71 કરોડ થાય છે.
‘બેઝ ઓઇલ’ ડ્રમમાં છૂપાવી સોપારીનો મોટો જથ્થો ભારતમાં સપ્લાય કરવાની નવી મોડેસ ઓપરેન્ડીનો DRIએ પર્દાફાશ કર્યો છે. મુન્દ્રા પોર્ટના સૌરાષ્ટ્ર સીએફએસમાં દુબઈથી આવેલા કન્ટેનરને ડીઆરઆઈ અમદાવાદની ટીમ દ્વારા રોકીને તપાસ હાથ ધરાઈ હતી. કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી મુન્દ્રા પોર્ટ પર સોંપરી મોકલવામાં આવી હતી. DRIએ કન્ટેનરની તપાસ કરતા 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને 80 ડ્રમમાં બેઝ ઓઈલ હોવાનું ખુલ્યું છે. કબ્જે કરાયેલ 83.352 મેટ્રિક ટન સોપારીની અંદાજિત બજાર કિંમત રૂપિયા 5.71 કરોડ થાય છે.






