ગઈકાલે દેશભરમાં NCCનું પેપર હતું. જેમાં રાજકોટમાં 4 બટાલિયનના 827 ઉમેદવારોની વિરાણી હાઇસ્કૂલના કેન્દ્ર પરથી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ ઉમેદવારો વારે 10.30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે પેપર લીક થયું હોવાનું જાણવા મળતાં જ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓને રાજકોટ ધક્કો થયો હતો. જેમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ ભાવનગરમાં પણ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના 448 જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા.