રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સાયાનીનું નિધન થયું છે. અમીન સાયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અમીન સાયાનીના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સાયાનીએ કરી છે.
તેમણે જણાવ્યું કે અમીન સાયનીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમીન સાયાનીના અંતિમ સંસ્કાર 22મી ફેબ્રુઆરીએ થશે, કારણ કે આજે તેમના કેટલાક સંબંધીઓ તેમના અંતિમ દર્શન કરવા મુંબઈ આવવાના છે.
અમીન સયાનીના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અમીન સાયનીના પુત્ર રાજિલ સાયનીએ પિતાના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે મંગળવારે તેમના પિતાને મુંબઈમાં તેમના ઘરે હાર્ટ અટેક આવ્યો, ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકના એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરોએ તેને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા. થોડી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.