સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ગામમાં 10 માર્ચે ચુવાળિયા ઠાકોર સમાજના 10માં સમૂહલગ્નનું આયોજન હતું. પણ આ સમૂહલગ્નમાં વરરાજા સાથે ફેરા ફરી રહેલી એક કન્યા સગીર વયની હતી અને તેની ઉંમર નાની હતી.
પોલીસને આ ઘટનાની જાણ થતા તરત જ સમૂહલગ્નના આયોજન સ્થળે પહોંચી હતી અને આ લગ્ન અટકાવ્યા હતા તેમજ રતનપરથી આવેલી જાનને વરરાજા સાથે પરત મોકલી હતી.
જો કે આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકવનારી બાબત આ છે કે આ સમૂહલગ્નમાં કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા અતિથિ તરીકે હાજર હતા. તેમની હાજરીમાં આ બાળલગ્ન થઈ રહ્યા હતા એ ખુબ ગંભીર બાબત કહેવાય. જો કે આ તમામ બાબતે બેદરકારી સમૂહલગ્નના આયોજનકર્તાની જ ગણાય.