Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયામાં વ્લાદિમીર પુતિનની સરકાર યથાવત

88% મતો સાથે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી

dharmendravaghela by dharmendravaghela
2024-03-18 11:37:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને લગભગ 88 ટકા મતો સાથે શાનદાર જીત નોંધાવી છે. એક અહેવાલમાં જણાવ્યું છે કે રવિવારે મતદાન સમાપ્ત થયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર, વ્લાદિમીર પુતિન 87.97% મતો સાથે રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા.
રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો પાંચમો કાર્યકાળ હશે. વ્લાદિમીર પુતિન 1999 થી રશિયામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે સત્તામાં છે. નાદુરસ્ત તબિયતને કારણે, બોરિસ યેલતસિને 1999 માં રશિયાની સત્તાની લગામ વ્લાદિમીર પુતિનને સોંપી. ત્યારથી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. શુક્રવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય ચૂંટણી અત્યંત નિયંત્રિત વાતાવરણમાં યોજાઈ હતી. યુક્રેન યુદ્ધ માટે વ્લાદિમીર પુતિનની જાહેર ટીકાને રશિયામાં મંજૂરી નથી. પુતિનના સૌથી કટ્ટર રાજકીય હરીફ એલેક્સી નેવલનીનું ગયા મહિને આર્ક્ટિક જેલમાં અવસાન થયું હતું.
તેમના અન્ય ટીકાકારો જેલમાં છે અથવા દેશનિકાલમાં છે. 71 વર્ષીય પુતિન સામે ત્રણ હરીફો ચૂંટણી લડ્યા હતા, જેઓ ક્રેમલિનની નજીક હોવાનું કહેવાય છે. ત્રણેય તેમના 24-વર્ષના શાસન અથવા બે વર્ષ પહેલા યુક્રેન સામે વિશેષ લશ્કરી કાર્યવાહી શરૂ કરવાના તેમના નિર્ણયની ટીકા કરવાનું ટાળ્યું હતું. જોકે, પુતિનના હજારો વિરોધીઓએ મતદાન મથકો પર વિરોધ કર્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ન તો મુક્ત હતી કે ન તો ન્યાયી.
આ જીત સાથે કેજીબીના પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ વ્લાદિમીર પુતિને 6 વર્ષનો નવો કાર્યકાળ પ્રાપ્ત કર્યો છે. આ સાથે તેમણે રશિયામાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેવાના મામલે જોસેફ સ્ટાલિનને પાછળ છોડી દીધા છે. પુતિન 200 થી વધુ વર્ષોમાં રશિયાના સૌથી લાંબા સમય સુધી રાજ્યના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે.
રશિયાના ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 80 લાખથી વધુ મતદારોએ ઓનલાઈન મતદાન કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગનો ઉપયોગ પ્રથમ વખત થયો છે. વ્લાદિમીર પુતિન મતદાન કરનાર પ્રથમ હતા. શુક્રવાર અને શનિવારે ઘણી જગ્યાએ પુતિન વિરુદ્ધ દેખાવો થયા હતા અને બેલેટ પેપરને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન, પ્રારંભિક પરિણામો પરથી એવું કહી શકાય કે વ્લાદિમીર પુતિન રશિયન લોકોનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

Tags: putin win electionrussia
Previous Post

મૃત્યુનોંધ 16-03-24

Next Post

I.N.D.I.A. ગઠબંધનના શક્તિપ્રદર્શનમાં ગૂંજ્યા અબકી બાર બીજેપી તડીપારના નારા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
I.N.D.I.A. ગઠબંધનના શક્તિપ્રદર્શનમાં ગૂંજ્યા અબકી બાર બીજેપી તડીપારના નારા

I.N.D.I.A. ગઠબંધનના શક્તિપ્રદર્શનમાં ગૂંજ્યા અબકી બાર બીજેપી તડીપારના નારા

તમે બપોર સુધીમાં 85% વોટિંગ કરાવી દેશો તો ભાજપ જીતી જશે – માંડવિયા

તમે બપોર સુધીમાં 85% વોટિંગ કરાવી દેશો તો ભાજપ જીતી જશે - માંડવિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.