મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિષે સુરતમાં જાહેરમાં ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીને માઈકાસુર ગણાવી પાસ અગ્રણી અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ મોરબી સીટી એ ડિવિઝનમાં જીરો નંબરથી ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ સુરતમાં ટિપ્પણીના મામલે કાજલ જાહેરમાં માફી નહી માગે તો ગામેગામથી ફરિયાદ કરીશું.
મોરબી પાસ અગ્રણી અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું કે, કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવા સુરતમાં જાહેર મંચ ઉપરથી અયોગ્ય ટિપ્પણી કરી હતી. આ મામલે તપાસ બાદ ઘટનાને તથ્યહીન ગણાવી મનોજ પનારાએ મોરબી સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે.મનોજ પનારાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે અમે મેરબીમાં ફરિયાદ નોંધાવા આવ્યા છીએ. જે ઘટના મોરબીમાં બની જ નથી તે ઘટના વિશે વાત કરી કાજલ પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી નાની કરે છે. કાજલબેને પોતાની TRP માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું એક ષડયંત્ર ઉભું કરેલું છે. અમે ઘણા સમયથી ઉડીં ઊ તપાસ કરતા હતા, પરંતુ આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં આવી નથી. આમ છતાં કાજલબેન અમારા સમાજની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં આ પ્રકારની વાતો કરે છે, યુટ્યુબમાં એમનો વીડિયો પણ છે. આથી અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે FIR નોંધાવા માટે આવ્યા છીએ.