મોરબીમાં મોડી સાંજે વાલપર ગામ નજીક આવેલ વલાપર એસ્ટેટ નામના પ્લોટીંગ વિસ્તારમાં આવેલ શ્રી રામ ગોડાઉનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો હોવાની ખાનગી બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી.
સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્વિપ્ત રાયની આગેવાનીમાં ડીવાયએસપી કે.ટી. કામરિયા ની સૂચનાથી સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એચ.એચ.જાડેજા ની ટીમે શ્રી રામ ગોડાઉનની તલાશી લેતા ગોડાઉનમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાનું માલુમ પડ્યું હતું. સ્થળ પર થી આશરે લાખોની કિંમતનો બે હજારથી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો, બે ટ્રક, ત્રણ બોલેરો કાર, એક હોન્ડા સિટી કાર મળી કુલ સવા કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન માં હાજર 07 શ્રમિકો અને 02 ડ્રાઇવર ને શંકા ના દાયરામાં હોયને તપાસ હાથ ધરી અને આ દરોડાની કાર્યવાહી ચાલુ રાખી મુદ્દામાલની ગણતરી તેમજ અન્ય કાગળ કાર્યવાહી ચાલુ છે તો બીજી બાજુ સ્થાનિક પોલીસના નાક નીચે આવડો મોટો દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો ? આ દારૂનો જથ્થો કોને કોને પહોંચાડવાનો હતો ? આનો આકા કોણ ? આવા અનેક સવાલો ઉભા થયા છે જો કે તેની જવાબ તો આગમી સમય જ આપશે.