મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઈંદૌર બેંચ દ્વારા આદેશ આપ્યા બાદ એએસઆઈએ ભોજશાળામાં સર્વેનું કામ શરૂ કરી દીધુ છે. જોકે મુસ્લિમ પક્ષના લોકો આ સર્વેને રોકવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે અને તે આજથી જ સુનાવણીનો આગ્રહ પણ કરશે.
મધ્ય પ્રદેશના ધારમાં આર્કિલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારી ભોજશાળાનો સર્વે કરવા પહોંચી ગયા છે. એમપી હાઈકોર્ટની ઈંદૌર બેંચે નિર્ણય કર્યા બાદ ASIએ સર્વેનું આ કામ શરૂ કર્યું છે. હાઈ કોર્ટે ગયા અઠવાડિયે જ આદેશ આપ્યો હતો કે ભોજશાળાનું એસએસઆઈ સર્વે કરે. હાઈકોર્ટના આ આદેશને મુસ્લિમ પક્ષના લોકોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સર્વે માટે હાઈ કોર્ટે કાર્બન ડેટિંગ સહિત નવીનતમ ટેક્નીકનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. એએસઆઈ અધિકારીઓની તપાસ સદસ્યોની ટીમ 6 અઠવાડિયામાં સર્વેનો રિપોર્ટ આપશે. ASIની ટીમ ટેક્નીકલ ઉપકરણો સાથે અંદર ગઈ છે. આ સર્વેને લઈને પરિસરની આસપાસ કડડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. આ ટીમમાં દિલ્હી અને ભોપાલથી ASIના નિષ્ણાંત શામેલ છે. આજ રમઝાનના જુમ્માની નમાન પણ થશે આ કારણે સુરક્ષા મોટી પ્રાથમિકતા છે.