લોકસભા ચૂંટણી 2024ને લઈ કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને ટિકિટ આપી છે
લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં અગાઉ સાત ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસે કરી હતી. જ્યારે જાહેર થયેલી યાદીમાં કોંગ્રેસના વધુ 11 ઉમેદવારોના નામ સામે આવ્યા છે.
કોને ક્યાં ટિકિટ મળી
પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર
સાબરકાંઠા બેઠક પરથી ડૉ. તુષાર ચૌધરી
આણંદ બેઠક પરથી અમિત ચાવડા
અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમ્મર
ગાંધીનગર બેઠક પરથી સોનલ પટેલ
જામનગર બેઠક પરથી જે પી મારવિયા
ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી
પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ
દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવિયાડ
છોટાઉદેપુર બેઠક પરથી સુખરામ રાઠવા
સુરત બેઠક પરથી નિલેશ કુંબાની