ચૂંટણી દાન એટલે કે ઈલેક્ટોરલ બોન્ડ અંગે ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જે સૌથી વધુ દાન આપતી કંપનીઓમાં બીજા ક્રમે હતી, તેણે ઓક્ટોબર 2020માં 20 કરોડ રૂપિયાનું ચૂંટણી દાન આપ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ડોનેશન રિપોર્ટ અનુસાર, 2019માં કંપનીએ કુલ 130 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા, જેમાંથી 125 કરોડ રૂપિયા ભાજપને અને 5 કરોડ રૂપિયા કોંગ્રેસને આપવામાં આવ્યા હતા. નવેમ્બર 2019માં જ કંપનીને આંધ્રમાં 4,358 કરોડ રૂપિયાના પોલાવરમ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ પહેલા, ઓક્ટોબર 2019માં કંપનીએ 5 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.
એજન્સીના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં, કંપનીને એશિયાની સૌથી લાંબી ઝોજિલા પાસ ટનલ (જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ સુધીના ઓલ સીઝન રોડ વચ્ચે) માટે રૂ. 4,500 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ત્યારબાદ 23 માર્ચમાં આ કંપનીને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવા માટે 3,681 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો. એપ્રિલ 2023માં કંપનીએ રૂ. 140 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા.