ગુજરાત જૂનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે. ગુજરાત સબઆર્ડિનેટ સર્વિસ સેક્શન બોર્ડએ જૂનિયર ક્લાર્કની સાથોસાથ સીનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત અન્ય પદો માટે આયોજિત થનારી એક્ઝામ માટે કોલ લેટર સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પર જાહેર કરી દેવામાં આવ્યા છે.
GSSSB તરફથી જાહેર કરાયેલી સૂચના અનુસાર, ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાશે. પરીક્ષા 4 શિફ્ટમાં કંડક્ટ કરાશે. પરીક્ષામાં સામેલ થવા જઈ રહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે હોલ ટિકિટની સાથોસાથ એક વેલિડ ફોટો આઈડી કાર્ડ પણ જરૂર લઈને આવે. આ સિવાય ઉમેદવારોને પરીક્ષામાં એન્ટ્રી નહીં મળે. પરીક્ષાર્થી આ એક્ઝામથી જોડાયેલી માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે.