ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. આવતીકાલે ભાજપની મેનીફેસ્ટો કમીટીની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. ગુજરાતમાં લોકસભાની અલગ અલગ બેઠકો પર વિવાદ વચ્ચે મુખ્યમંત્રી દિલ્હી જઈ રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર હાલની રાજકીય સ્થિતિ પર હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી શકે છે.
ગુજરાત ભાજપે 26 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કર્યા બાદ કેટલીક બેઠકો પર ભાજપમાં જ અસંતોષ ચરમસીમાએ છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ગુજરાતમાં લોકસભાની અલગ અલગ બેઠકો પર વિવાદ અંગેનો રિપોર્ટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી ભાજપ હાઇકમાન્ડને રજૂ કરી શકે છે. આગામી દિવસોમાં વિવાદિત બેઠકો પર ભાજપ કોઈ મોટો નિર્ણય લઇ શકે છે.