મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ પરના નિવેદનને લઈને કાજલ હિંદુસ્થાની સામે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. મનોજ પનારાએ કાજલ હિંદુસ્થાની સામે મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી છે. તો આજે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓની બેઠક મળશે. જેમાં સમાજનાં સંમેલનને લઈને ચર્ચા કરવામાં આવશે.
પાટીદાર સમાજ અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ સિગાડા નામની વ્યક્તિએ પાટીદાર સમાજ ઉપર જે પ્રકારના ખોટા આક્ષેપો કર્યા છે. જેઓએ પોતાની ટીઆરપી માટે પાટીદાર સમાજને, પાટીદાર સમાજની દીકરીઓને અને ઉદ્યોગપતિઓને જે રીતે જાહેર સ્ટેજ ઉપરથી બદનામ કર્યા છે. જેના પગલે તેમના વિરૂદ્ધ મોરબી કોર્ટમાં બદનક્ષીનો દાવો રજૂ કર્યો છે તેમજ ક્રિમિનલ દાવો પણ રજૂ કર્યો છે.