PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઈન લેવાશે.
આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 (બપોરના 3 વાગ્યા)થી તા.30/04/2024 (રાત્રિના 11:59 વાગ્યા સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.