Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

ગરબાડા તાલુકાના અભલોડ ગામની ઘટનામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2026-04-21 11:46:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોમાં ઝાડા-ઊલટીની ફરિયાદ બાદ તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સોમવારે સાંજે 6 વાગ્યે અભલોડ ગામે યોજાયેલા લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્ર થયા હતા. જોકે, જમ્યાના થોડા જ સમયમાં અનેક લોકોને ગંભીર અસ્વસ્થતા અને ઝાડા-ઊલટી થવા લાગ્યા હતા. સ્થિતિ એટલી હદે વણસી હતી કે ગામમાં જ યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં અસરગ્રસ્ત અંદાજે 200 દર્દીઓને વિવિધ ખાનગી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 200 જેટલા લોકોને ગામમાં જ તબીબોની વિશેષ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબો સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

ઘટનાની જાણ થતા જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ અભલોડ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે લગ્નમાં પીરસવામાં આવેલ ‘કેરીનો રસ’ અને ‘પનીરનું શાક’ ખાવાથી લોકોને ઇન્ફેક્શન થયું હોઈ શકે છે.
આરોગ્ય વિભાગની ટીમે લગ્ન સ્થળેથી ભોજનના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. તંત્રએ ખાતરી આપી છે કે જો કેટરર્સ કે અન્ય કોઈની બેદરકારી સામે આવશે, તો ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Tags: dahodfood poisninglagn
Previous Post

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

Next Post

ભાવનગરમાં જવેલ્સ સર્કલ વિકટોરિયા રોડ પર આવેલ સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી

dharmendravaghela

dharmendravaghela

Related News

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ

July 22, 2026
અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી

July 22, 2026
સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી

July 22, 2026
Next Post

ભાવનગરમાં જવેલ્સ સર્કલ વિકટોરિયા રોડ પર આવેલ સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી

ભાવનગર ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા લેન્સકાર્ટનાં શોરૂમ સમક્ષ વિરોધ પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.