વરાછા માતાવાડીમાં હીરાના કારખાનામાંથી 4.12 લાખના હીરાની ચોરી કારીગર ફરાર થયો છે. સ્ટોક ઓછો મળતા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા કારીગર ચોરી કરતો જોવા મળ્યો હતો. માલિકે ફોન કરી બોલાવ્યો છતાં તે બિમારીના બહાના બતાવી કારખાને આવતો ન હતો. છેવટે હીરાવેપારી વિજયભાઈ ભંડેરીએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે કારીગર રાજેન્દ્ર શાંતિ મકવાણા (મૂળ રહે, પાર્વતી સ્મૃતિ બિલ્ડિંગ, થાને, મહારાષ્ટ્ર) વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે. કારીગર કારખાનામાં જ રહેતો હતો. કારીગરને 6 મહિના પહેલા નોકરી પર રખાયો હતો. 2 માર્ચે વેપારી કારખાને આવ્યા હતા. તે સમયે વિજયભાઇ ઘરે ગયા જ્યારે ભાઈ ઓફિસે બેઠાં હતા. આ અરસામાં કારીગરે હીરા ચોરી લીધા હતા.