ભારત અને ચીન વચ્ચે અરૂણાચલ પ્રદેશને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે. કેટલાક દિવસ પહેલા ચીનની સરકારે અરૂણાચલના વિવિધ સ્થળોના 30 નામની ચોથી યાદી જાહેર કરી હતી. ચીનની આ નાપાક હરકત પર પીએેમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂંમાં પીએમ મોદીએ કહ્યું, “અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, હતો અને હંમેશા રહેશે.”
પીએમ મોદીએ અરૂણાચલ પ્રદેશમાં બનેલી ‘સેલા ટનલ’ના મહત્ત્વનો પણ ઉલ્લેખ કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે આ દુનિયાની સૌથી લાંબી ડબલ-લેન ટનલ છે, તેમણે કહ્યું કે આ એક વાસ્તવિક રણનીતિક ગેમ ચેન્જર છે, જે તવાંગના દરેક વાતાવરણમાં કનેક્ટિવિટી પ્રદાન કરે છે.
પૂર્વ-ઉત્તર ભારતના વિકાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ વિસ્તાર નવા ભારતની સૌથી મોટી સફળતાની કહાનીના રૂપમાં ઉભર્યું છે. આ સુરંગને કારણે ચીની સરહદ સુધીનું અંતર લગભગ 10 કિમી સુધી ઓછુ થઇ ગયું છે. આ LAC (લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ)ની નજીક બનેલી છે, જેનાથી ચીન સરહદ સુધી જલ્દી પહોંચી શકાશે.