નર્મદા કેનાલ ઉપર એકલ દોકલ બેઠેલા કપલને લુંટી લેવામાં આવતા હતા. અગાઉ આ પ્રકારના અનેક બનાવ સામે આવ્યા છે. ત્યારે વધુ એક બનાવ દંતાલી કેનાલ પાસે બન્યો છે. નર્મદા કેનાલ આવતા ફોટો શુટ કરવા ઉભો રહ્યો હતો. જ્યારે કપલ ઉભુ હતુ. તે સમયે એક બાઇક ઉપર બે લુંટારા આવ્યા હતા અને છરી બતાવી 7.40 લાખની માલમત્તાની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવને લઇ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
સુજલ મનસુખભાઇ દેવાણી (રહે, બોપલ, અમદાવાદ) કન્ટ્રક્ટશન કંપની ધરાવે છે. ત્યારે બે મહિના પહેલા યુવકની અંકલેશ્વરમાં રહેતી યુવતી સાથે સગાઇ થઇ છે. યુવક તેની વાગદત્તા સાથે કીયા કારમાં ફરવા નિકળ્યો હતો. જ્યારે અદાણી શાંતિગ્રામ થઇને કેનાલ ઉપર રેલવે બ્રીજ પાસેથી આવતા કેનાલની પાળ ઉપર બેસીને વાતચીત કર્યા પછી ફોટોશુટ કરી રહ્યા હતા. બિલકુલ તે સમય દરમિયાન એક બાઇક ઉપર બે લુંટારા પહોંચ્યા હતા અને કપલને કહેલા લાગ્યા હતા કે, ક્યા રહો છો ? જેથી યુવકે પ્રતિકાર કરતા તારે શુ કામ છે કહેતા બાઇક ઉપર પાછળ બેઠેલો લુંટારૂ નજીક આવ્યો હતો અને છરી બતાવી હતી.
છરી કાઢી યુવકે ગળામાં પહેરેલી ચેઇન, હાલમાં પહેરેલુ સોનાનુ કડા ઉપર નજીક કરતા આપી દે કહ્યુ હતુ. જેથી યુવકે મોતની બીકમાં તમામ વસ્તુ આપી દીધી હતી. જ્યારે યુવતીએ પહેરેલી ચેઇન પણ માંગી લેતા આપી દીધી હતી. ત્યારબાદ યુવકની કારની ચાવી લઇ લીધા પછી આગળ જઇને રસ્તામાં નાખી દીધી હતી. આશરે 20થી 25 વર્ષની ઉંમરના લુંટારૂ લુંટ કરીને ભાગી ગયા પછી યુવકે અડાલજ પોલીસ મથકમાં 7.40 લાખની કિંમતની માલમત્તાની લુંટની ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.