વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ સંગઠનમાંથી કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે થોડા દિવસો પહેલા કિશનસિંહ સોલંકીનો ફરી ભાજપ પ્રવેશ થયો હતો. પ્રદેશ ભાજપ અદ્યક્ષ સી.આર.પાટીલે કિશનસિંહ સોલંકીનો ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. હવે પાટીલે કિશનસિંહને મોટી જવાબદારી આપી છે.
23 એપ્રિલે ગુજરાત ભાજપની એક અખબારયાદી જાહેર થઇ છે, જે મુજબ સી.આર.પાટીલની સૂચનાથી કિશનસિંહ સોલંકીને ગુજરાત ભાજપ સંગઠનમાં વિદેશ વિભાગના સહ સંયોજકની જવાબદારી આપવામાં આવી છે. વર્ષ 2022માં અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી કિશનસિંહ સોલંકીને પક્ષમાં 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.