સુપ્રીમ કોર્ટે મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પગલુ આગળ વધાર્યું છે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં એક તૃતિયાંશ મહિલા અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો છે. બેન્ચના આદેશ અનુસાર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનું ખજાનચીનું પદ મહિલા માટે અનામત રહેશે. આ સિવાય એસોસિએશનની કાર્યસમિતિના 9 માંથી 3 સભ્યોના પદ મહિલાઓ માટે અનામત રહેશે. આ આદેશનું પાલન પહેલી વખત સોળ મે એ થનારા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં થશે. આ ચૂંટણીના પરિણામ અઢાર મે એ આવશે.
ઉલ્લેખનીય છે કે એસસીબીએના પદાધિકારીઓ અધ્યક્ષ, સચિવ અને ખજાનચીમાં ખજાનચી પદ મહિલાઓ માટે અનામત રહેશે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં સીનિયર એડવોકેટ્સ માટે બનેલી સીનિયર કાર્યકારી સમિતિના છ સભ્યોમાંથી બે અને સામાન્ય કાર્યકારી સમિતિના 09 સભ્યોમાંથી 03 સભ્યના પદ મહિલાઓ માટે અનામત હશે.
કોર્ટે કહ્યું કે ઉમેદવારોની યોગ્યતા અને શરતોમાં જરૂરી ફેરફાર અને સુધારાની બાબતે આઠ પ્રસ્તાવ આવ્યા પરંતુ તે નિષ્ફળ થઈ ગયાં. આ સિવાય એસોસિએશનના સભ્ય બનવા માટે ફી અને ચૂંટણી લડવા માટે ઉમેદવારની ડિપોઝીટને લઈને પણ લાવવામાં આવેલા પ્રસ્તાવ 30 એપ્રિલે આયોજિત સ્પેશિયલ જનરલ બોડી મીટિંગમાં નિષ્ફળ ગયા. દરમિયાન કોર્ટને લાગ્યું કે નિયમ, લાયકાત, શરતો અને ફી ને લઈને નિર્ણય લેવાની જરૂર છે કેમ કે આ બાબતોને દાયકાઓ સુધી લટકાવી શકાય નહીં. સમય રહેતા સુધારા અને ફેરફાર જરૂરી છે.
કોર્ટે કહ્યું કે SCBA આ બાબતે પોતાની વેબસાઈટ કે અન્ય રીતથી સભ્યો પાસેથી 19 જુલાઈ સુધી સૂચન મંગાવે. એટલે કે સૂચન 19 જુલાઈ સુધી મોકલાવી શકાય છે. તે બાદ સામાન્ય વકીલોથી મળનાર આ સૂચન બાર એસોસિએશન ડિજિટલ કે પ્રિન્ટેડ ફોર્મેટમાં સંકલિત કરીને કોર્ટને આપો. એટલે કે તે સૂચનના આધારે અત્યારે સુધારા અને ફેરફારનો સમય જારી રહેશે.