વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન થયું હતું. તેવામાં પાદરા તાલુકાના મોભા ગામમાં 7 મેના રોજ પત્નીનું અવસાન થતાં પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ બજાવી હતી.
મોભા ગામના ડેપ્યુટી સરપંચ અજય પંડ્યાએ જણાવ્યું હતું કે, મોભા ગામે પરિવારમાં રહેતા કનુભાઈ નગીનભાઈ ભાવસારનાં ધર્મપત્ની સરોજબેન ભાવસારનું માત્ર 35 વર્ષની ઉંમરે ડાયાબિટીસના કારણે અવસાન થતાં ઘરમાં શોકનો માહોલ હતો. છતાં અગ્નિસંસ્કાર પહેલાં કનુભાઈ ભાવસારે પોતાની બે પુત્રી સાથે મતદાન કરી નાગરિક ધર્મ નિભાવી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. પોતાની ધર્મપત્નીનું અવસાન થયું હોવા છતાં કનુભાઈએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ નિભાવી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી. ઉલ્લેખનિય છે કે, કનુભાઈ ભાવસાર અને તેમની દીકરીઓ દ્વારા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવતાં સમગ્ર મોભા ગામના નાગરિકો દ્વારા પણ પોતાના મતનો ઉપયોગ કરીને ફરજ બજાવી હતી.