લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદમાં રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે. ભાજપે આ વખતે હૈદરાબાદ બેઠક જીતવા માટે AIMIMના પ્રમુખ સામે માધવી લતાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હવે તેમના સમર્થનમાં મહારાષ્ટ્રના ભાજપના ઉમેદવાર નવનીત રાણા પણ આવ્યા હતા. પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા નવનીતે હૈદરાબાદમાં પગ મુકતા જ એક વિવાદને જન્મ આપ્યો છે.
પ્રચાર દરમિયાન નવનીત રાણાએ ખુલ્લા અંદાજમાં ઓવૈસી બંધુઓને ધમકી આપી હતી. નવનીત રાણાએ કહ્યું કે,’ નાનો ભાઇ કહે છે કે 15 મિનિટ માટે પોલીસ હટાવી દો તો અમે બતાવીશું કે શું કરી શકીએ છીએ. નાના ભાઇને હું માત્ર એટલું કહેવા માંગીશ કે તમારે તો માત્ર 15 મિનિટ જોઇએ, અમારે તો માત્ર 15 સેકન્ડ માટે પોલીસ હટાવવી છે, ખબર નહીં પડે કે નાના અને મોટા ભાઇ ક્યાંથી આવ્યા હતા અને ક્યા જતા રહ્યાં.’
નવનીત રાણાએ કહ્યું, ‘આ ચૂંટણી તો હૈદરાબાદને પાકિસ્તાન બનતા રોકવા માટે છે. ભાજપના નેતાએ કહ્યું કે આ ચૂંટણી હૈદરાબાદને પાકિસ્તાન બનવા માટે રોકવા માટે થઇ રહી છે. જે પણ મતદાન થશે, તે માત્ર દેશ હિતમાં થશે. આ વખતે વોટિંગ હૈદરાબાદને પાકિસ્તાન બનતા રોકવા માટે કરવું પડશે. આપણી શેરણીને સંસદમાં મોકલવા માટે મતદાન કરવું પડશે. હૈદરાબાદના તમામ હિન્દૂઓએ જાગવું પડશે.’ આ પહેલા હનુમાન ચાલીસા જેવા વિવાદોને લઇને પણ નવનીત ચર્ચામાં આવી ચુકી છે. આ વખતે ભાજપે નવનીત રાણા મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ગત વખતે નવનીત રાણાએ અપક્ષ ચૂંટણી લડી હતી અને આ વખતે ભાજપની ટિકિટ પર નસીબ અજમાવી રહ્યાં છે.