સૌરાષ્ટ્રના પટેલ નેતા દિલીપ સંઘાણી આજે સતત બીજી વખત ઇફ્કો ના ચેરમેન બનશે તે લગભગ નક્કી હતું અને તેઓ આજે વિધિવત રીતે ફરી ચેરમેન બન્યા છે.
દિલ્હીમાં ગઈકાલે ઇફ્કો ભવન ખાતે કુલ 21 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં 14 અગાઉ બિનહરીફ થયા હતા અને 7 માટેની ચુંટણી થઈ હતી તેમાં એક માત્ર ગુજરાતની બેઠક માટે ભાજપે અમદાવાદના બિપીન પટેલનો મેન્ડેડ આપ્યો હતો. પાર્ટીના આ આદેશ સામે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાએ 180 માં મતદાનમાંથી 113 મત મેળવીને વિજયી થયા હતા. કુલ 182 મત માંથી 98 મત સૌરાષ્ટ્રના હતા. દિલીપભાઈ સંઘાણી ફરી ઇફકોના ચેરમેન વરાતા સૌરાષ્ટ્રનો હાથ ઉપર રહ્યો છે વધુમાં ઇફકોની ચૂંટણી દરમિયાન ભાજપની આંતરિક જૂથબંધી પણ સામે આવી છે.