નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 12નું પરિણામ ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવ્યું છે, CBSEની સત્તાવાર વેબસાઈટ પર રીઝલ્ટની લિંક એક્ટીવ થઈ ગઈ છે. આ વર્ષે 87.98 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 0.65 ટકા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ છોકરાઓ કરતા છોકરીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓની પાસ થવાની ટકાવારી 6.4 ટકા વધુ રહી છે. CBSE બોર્ડના 12મા પરિણામ 2024માં છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.52 અને છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.12 રહી છે.