Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૌરાષ્ટ્રમાં આંધી સાથે માવઠાં, વિજળી પડતા 4ના મોત

પોરબંદરના શીશલી-સોઢાણા ગામે, સુ.નગરના ચોટીલા-મુળી પંથકમાં વિજળીએ જીવ લીધોઃ

dharmendravaghela by dharmendravaghela
2024-05-16 11:21:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર-કચ્છમાં 42- 43 સે.તાપમાને આભમાંથી અગનવર્ષા થયા બાદ સાંજે હવામાનમાં જોરદાર પલટો આવ્યો હતો અને વિજળીના પ્રચંડ કડાકા ભડાકા અને આંધી સાથે કમોસમી વરસાદ ઠેરઠેર ખાબક્યો હતો. વિજળી પડવાથી પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આશરે 233 ગામોમાં વિજપૂરવઠો ખોરવાઈ ગયો હતો તથા અનેક સ્થળે હોર્ડીંગ,રૃફટોપ પેનલ વગેરે ઉડયાના અને અમરેલી, જામનગર,સુરેન્દ્રનગર, જસદણ,ગોંડલ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઉનાળુ સીઝનના કૃષિપાકને વ્યાપકપણે નુક્શાનના અહેવાલો છે જ્યાં તાત્કાલિક સર્વે કરાવીને વળતર ચૂકવવા માંગણી થઈ છે.
રાત્રે આઠ સુધીમાં મુળી ૨ ઈંચ, કચ્છના નખત્રાણા દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના કુંકાવાવ, વડિયા, લાઠી, બાબરા, વઢવાણ, રાજકોટ જિ.નું જેતપુર અને લોધિકા,ઉપલેટા,, અમરેલીનું બાબરા, સુરેન્દ્રનગરનુ થાનગઢ ચોટીલા, સાયલા, જુનાગઢ શહેર,તાલુકા,રાજકોટ શહેર વગેરે સ્થળોએ ભારે ઝાપટાંથી અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે.
પોરબંદરમાં શીશલી ગામે વાડી વિસ્તારમાં ફોન પર વાત કરી રહેલા બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામના યુવાન પર વિજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સોઢાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઈ કારાવદરા (ઉ. 60) અને તેમના પુત્ર મુકેશભાઈ વાડીએ હતા ત્યારે વરસાદ પડી રહ્યો હતો, બાદમાં વરસાદ ધીમો પડતા બન્ને બહાર નીકળ્યા ત્યાં અચાનક વિજળી પડતા જીવાભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે મુકેશભાઈને હોસ્પિટલે ખસેડાયા હતા. પોરબંદરમાં અનેક સ્થળે વૃક્ષો ધસી પડયા હતા અને વિજવાયરોને નુક્શાન થયું છે.
સુરેન્દ્રનગરમાં ઠેરઠેર કમોસમી વરસાદ ત્રાટક્યો હતો, મુળીમાં આજે ધોધમાર 2 ઈંચ વરસાદ નોંધાયો છે. મુળી તાલુકાના ખાટડી ગામની સીમમાં કામ કરતા સંગ્રામભાઈ અમરાભાઈ ગલચર (ઉ. 57) ઉપર વિજળી પડતા ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચોટીલા તાલુકાના મોકાસર ગામની સીમમાં કામ કરતી 18 વર્ષીય યુવતી આશાબેન મનસુખભાઈ ઉપર વિજળી પડતા મોત નીપજ્યું હતું. બન્ને ગામોમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. ચોટીલા તાલુકામાં અને વઢવાણ પંથકમાં વરસાદની સાથે કરાં વરસ્યા હતા. ઝાલાવાડમાં તલ,બાજરી,ગમગુવાર,શાકભાજી સહિત પાકોને ૩૦થી ૪૦ ટકા નુક્શાન ગયાના અહેવાલો છે.

Tags: aandhimavthusaurashtra
Previous Post

ભાવનગર ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ મામલે રેલી – આવેદનપત્ર

Next Post

આ વર્ષે 106% વરસાદના સંકેત

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
કેરળમાં દસ્તક બાદ આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા

આ વર્ષે 106% વરસાદના સંકેત

ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ડમ્પર સાથે કાર ટકરાતા 8 ના મોત

ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ડમ્પર સાથે કાર ટકરાતા 8 ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.