Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આ વર્ષે 106% વરસાદના સંકેત

31 મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે : રાજ્યમાં 19 થી 30 જૂન સુધીમાં ચોમાસાનું આગમન

dharmendravaghela by dharmendravaghela
2024-05-16 11:24:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના એક દિવસ પહેલા કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે આ અંદાજ જાહેર કર્યો હતો. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે.
ગયા મહિને IMDએ કહ્યું હતું કે દેશમાં આ વર્ષે સામાન્ય ચોમાસું કરતાં સારું રહેશે. હવામાન વિભાગ (IMD) સામાન્ય કરતાં 104 થી 110 ટકા વરસાદને સારો માને છે. આ પાક માટે સારો સંકેત છે. ખરીફ પાક સામાન્ય ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. IMDએ કહ્યું કે 2024માં 106% એટલે કે 87 સેમી વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું અંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં બે દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે, જ્યારે ત્યાં પહોંચવાની સામાન્ય તારીખ 21 મે છે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ આવ્યુ હતું, પરંતુ 8 જૂને કેરળમાં 9 દિવસ મોડું પહોંચ્યું હતું.
IMDના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના એન્ટ્રીની તારીખો છેલ્લા 150 વર્ષોમાં તદ્દન અલગ રહી છે. 1918માં ચોમાસું 11 મેના રોજ સૌ પ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972માં તે 18 જૂનના રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો 2020માં ચોમાસું 1 જૂન, 2021માં 3 જૂન, 2022માં 29 મે અને 2023માં 8 જૂને કેરળ પહોંચ્યું હતું.

આ વખતે લા નીનાને કારણે સારા વરસાદની આશા
અલ નીનો અને લા નીના એમ બે જળવાયુની પેટર્ન છે. ગયા વર્ષે અલ નીનો સક્રિય હતુ, જ્યારે આ વખતે અલ નીનોની સ્થિતિ આ અઠવાડિયે સમાપ્ત થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. ગયા વર્ષે, અલ નીનો દરમિયાન, સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડ્યો હતો. 2020 થી 2022 દરમિયાન લા નીના ટ્રિપલ ડીપ દરમિયાન, 109%, 99% અને 106% વરસાદ થયો હતો.

Tags: indiala ninorain
Previous Post

સૌરાષ્ટ્રમાં આંધી સાથે માવઠાં, વિજળી પડતા 4ના મોત

Next Post

ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ડમ્પર સાથે કાર ટકરાતા 8 ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ડમ્પર સાથે કાર ટકરાતા 8 ના મોત

ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ડમ્પર સાથે કાર ટકરાતા 8 ના મોત

ડાયાબિટિસ-ઇન્ફેક્શન સહિત 41 દવાઓ થશે સસ્તી

ડાયાબિટિસ-ઇન્ફેક્શન સહિત 41 દવાઓ થશે સસ્તી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.