સિબ્બલે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પદની ચૂંટણી જીતી ગયા છે. કપિલ સિબ્બલ 1066 મતોથી વિજેતા જાહેર થયા છે. વરિષ્ઠ વકીલ પ્રદીપ રાયને 689 મત મળ્યા હતા. વર્તમાન પ્રમુખ સિનિયર એડવોકેટ ડૉ. આદિશ સી અગ્રવાલાને 296 મત મળ્યા હતા. હાર્વર્ડ લો સ્કૂલના સ્નાતક સિબ્બલ 1989-90 દરમિયાન ભારતના એડિશનલ સોલિસિટર જનરલ હતા.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ના પ્રમુખ પદ માટે છ વકીલો ચૂંટણી લડી રહ્યા હતા. બાર બોડીની કારોબારી સમિતિની ચૂંટણીમાં એક મહિલા વકીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પણ સામેલ હતા. SCBAની ચૂંટણી 16 મેના રોજ યોજાઈ હતી. અધિકૃત પરિણામ 19 મેના રોજ જાહેર કરવામાં આવશે. પ્રમુખ પદ ઉપરાંત ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની ચૂંટણી પણ યોજાઈ હતી.






