રાજ્યમાં સતત ચોથા દિવસે 10 શહેર 42થી 46 ડિગ્રી સુધીના તાપમાનને કારણે હીટ સેન્ટરમાં ફેરવાયા હતા. ગરમીના કારણે ઉત્તર ગુજરાતમાં 2, આણંદમાં 6, માંડવીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું હતું.
હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ 2 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી હતી. અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મહેસાણ, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું.