બંગાળની ખાડીમાં રચાયેલ દબાણ ક્ષેત્ર વધુ ગાઢ બની શકે છે અને ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે 26 મેની મધ્યરાત્રિની આસપાસ જમીન પર ત્રાટકે તેવી સંભાવના છે. માછીમારોને 27 મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. IMDએ જણાવ્યું હતું કે, રવિવારે ચક્રવાતના પ્રભાવ હેઠળ પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અહી ખાસ નોંધનિય છે કે, આ વાવાઝોડાની અત્યાર સુધીની અપડેટ મુજબ ગુજરાત ઉપર કોઈ અસર નહિ. જોકે સંભવિત રીતે સામાન્ય વરસાદ પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે. બંગાળની ખાડીમાં આ ચોમાસા પહેલાનું આ પ્રથમ ચક્રવાત છે.હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ રાખવામાં આવશે. આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને શનિવારની રાત સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.
——